ગૉલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે, શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 9 વિકેટે માટે 199 રન બનાવ્યા છે. માનવ સુથારે બે વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી છે
અગાઉ, ભારતે પોતાની બીજી ઇનિંગમાં 193 રન બનાવીને શ્રીલંકા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઋષભ પંતે 69 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે, તે ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. દેવદત્ત પડિકલે 44 રન બનાવ્યા, જ્યારે કેએલ રાહુલે 35 રન બનાવ્યા.