ઓગસ્ટ 19, 2026 4:51 પી એમ(PM)

views 32

ન બનેલી ટાંકીના 50 લાખનું બિલ રજૂ થતાં આરોગ્ય મંત્રીએ 2 ઇજનેર સસ્પેન્ડ કર્યા

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલ પરિસરમાં 2.55 લાખ લીટરની ક્ષમતાવાળી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવા છતાં તેનું 50.43 લાખ રૂપિયાનું બિલ મંજૂરી અર્થે વડી કચેરીમાં રજૂ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સ્થળ ...

ઓગસ્ટ 19, 2026 4:40 પી એમ(PM)

views 13

માતાની સારસંભાળ ન રાખનાર પુત્રને માસિક રૂ. 4,000 ભરણપોષણ ચૂકવવા જામનગર SDMનો આદેશ

જામનગર જિલ્લાના લાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા સિનિયર સિટિઝન એક્ટ હેઠળ એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામની એક 83 વર્ષીય વિધવા માતાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે નિરાધાર માતાની ઉપેક્ષા કરનાર પુત્રને દર મહિને 4000 રૂપિયા ભરણપોષણ ચૂકવવ...

ઓગસ્ટ 19, 2026 4:35 પી એમ(PM)

views 10

વડોદરા અને આણંદને જોડતા મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજનું નિર્માણ 12 મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ

વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે સંપર્ક સેતુ સમાન ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્ધારિત 12 મહિનાની સમયમર્યાદામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. નદી પર બનતા અન્ય બ્રિજની સરખામણીમાં આ બ્રિજનું કામ અત્યંત ઝડપી ગતિએ પૂરું થયું છે અને હાલમાં તેના પર જરૂરી ટેસ્ટિંગની કામગીર...

ઓગસ્ટ 19, 2026 4:14 પી એમ(PM)

views 17

વડોદરાના 83 વર્ષીય વૃદ્ધનો અનોખો શોખ: 1930 થી 2005 સુધીના 400 વિન્ટેજ કેમેરાનો અદ્ભુત સંગ્રહ

વડોદરાના એક 83 વર્ષીય વૃદ્ધે ફોટોગ્રાફીના ઇતિહાસને જીવંત રાખવા માટે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરી છે. શાંતિલાલ ગજ્જર નામના આ કેમેરા પ્રેમીએ વર્ષ 1930 ના દાયકાથી લઈને 2005 સુધીના અંદાજે 400 જેટલા દુર્લભ અને વિન્ટેજ કેમેરાઓનો સંગ્રહ ઊભો કર્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ સંગ્રહમાં રહેલા મોટા...

ઓગસ્ટ 19, 2026 3:40 પી એમ(PM)

views 13

વડોદરામાં કોટનના દોરાથી તૈયાર થતી ક્રોશે રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

રક્ષાબંધન પર્વ નજીક આવતા બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના નિઝામપુરા ખાતે આયોજિત 'રાખી મેળા'માં આ વર્ષે માલતીબેન અને મિતાંગભાઈ દેસાઈ દ્વારા તૈયાર કરાયેલી ક્રોશે એટલે કે ગૂંથણની હેન્ડમેડ રાખડીઓ વિશેષ આકર્ષણ જમાવી રહી છે. પર્યાવરણને અનુકૂળ આ સ્વનિર્મિત રાખડીઓની માંગ માત્ર સ્થાનિક બજા...

ઓગસ્ટ 19, 2026 3:38 પી એમ(PM)

views 10

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને દેશ છ થી આઠ ટકાના વિકાસ દરમાં આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ વિકાસ ગાથા - સામાજિક, ડિજિટલ અને ભૌતિક માળખાગત સુવિધાઓમાં રોકાણ, સમાવેશી વિકાસ અને ઉત્પાદન પર કેન્દ્રિત ધ્યાન જેવા ચાર મ...

ઓગસ્ટ 19, 2026 3:34 પી એમ(PM)

views 8

કેન્દ્રીય નાણામંત્રી, વિદેશ મંત્રી અને ઉદ્યોગ મંત્રી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપોર જવા રવાના.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ચોથી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપોરની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. તેમની સાથે ગયેલા પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસા...

ઓગસ્ટ 19, 2026 3:36 પી એમ(PM)

views 15

ભાવનગરના શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે સિંહો પર ડ્રોન અને 4 વોચ ટાવરથી રખાશે નજર

ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં શૈત્રુંજય પર્વત પર સિંહોની વધતી જતી હિલચાલને કારણે યાત્રાળુઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં જૈન સમાજના આગેવાનો સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડ્...

ઓગસ્ટ 19, 2026 3:32 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના લાભ ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના ફાયદા ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. યુપી-જાપાન રોકાણ મીટ 2026 માં, તેમણે ઉત્તર પ્રદેશને જાપાની કંપનીઓ દ્વારા રોકાણ માટે એક મજબૂત સ્થળ તરીકે વર્ણવ્યું. કેન્દ્રીય મંત્રીએ જણ...

ઓગસ્ટ 19, 2026 3:31 પી એમ(PM)

views 26

જંબુસરમાં નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવી યુવતીને ભગાડી જનાર કરજણના યુવક સામે પોલીસ ફરિયાદ

ભરૂચના જંબુસરમાં 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી, સોનાના દાગીના સાથે ભગાડી જઈ અને નકલી લગ્ન પ્રમાણપત્ર ઉભું કરવા બદલ કરજણના એક યુવક વિરુદ્ધ જંબુસર પોલીસ મથકમાં છેતરપિંડી અને કૂટદસ્તાવેજની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાથી યુવતી ગુમ અને સોનાના દા...