માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને દેશ છ થી આઠ ટકાના વિકાસ દરમાં આગળ વધી રહ્યો છે.
તેમણે કહ્યું કે આ વિકાસ ગાથા – સામાજિક, ડિજિટલ અને ભૌતિક માળખાગત સુવિધાઓમાં રોકાણ, સમાવેશી વિકાસ અને ઉત્પાદન પર કેન્દ્રિત ધ્યાન જેવા ચાર મુખ્ય આધાર પર ચલાવવામાં આવી રહી છે. આજે નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ-જાપાન રોકાણ સમિટ 2026 ને સંબોધતા, શ્રી વૈષ્ણવે કહ્યું કે રોકાણએ દેશની વૃદ્ધિ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.