ઓગસ્ટ 19, 2026 3:34 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણામંત્રી, વિદેશ મંત્રી અને ઉદ્યોગ મંત્રી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપોર જવા રવાના.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ચોથી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપોરની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે.

તેમની સાથે ગયેલા પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે.

ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચ-સ્તરીય મંચ છે. તે અદ્યતન ઉત્પાદન, કનેક્ટિવિટી, ડિજિટલ ક્ષેત્ર, આરોગ્ય અને દવા, કૌશલ્ય વિકાસ અને ટકાઉ વિકાસ સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરે છે અને નવી તકો શોધે છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક સહયોગ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરાશે અને ભારત-સિંગાપોર આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે નવી તકોની ચર્ચા કરાશે.