પશ્ચિમ બંગાળમાં કોલકાતાના ન્યુ માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં નવ લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટલમાં ફાયર સેફ્ટી અને ફાયર ફાઇટીંગ સિસ્ટમનો અભાવ હતો.
ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. એક શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.