અમદાવાદ ખાતે ચાલી રહેલી અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારત કઝાકિસ્તાનને હરાવીને ભારત પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે.
ફિબા અંડર-18 મેન્સ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ જીત હાંસલ કરતા કઝાકિસ્તાનને 82-61થી હરાવ્યું હતું. ભારત તરફથી પિયુષ ચૌધરીએ 25, અંશ તોમરે 17 અને અરમાને 13 પોઇન્ટ્સ નોંધાવ્યા હતા. ગુજરાતના રોનાલ્ડો હોફિન્સે બે પોઇન્ટ્સનો ફાળો આપ્યો હતો.
આ સાથે ભારતે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ભારત અને ઇરાન વચ્ચે 20મી ઓગસ્ટે મુકાબલો થશે.
Site Admin | ઓગસ્ટ 19, 2026 11:15 એ એમ (AM)
અમદાવાદમાં અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલમાં ભારતની કઝાકિસ્તાન સામે 82-61થી જીત