ઓગસ્ટ 19, 2026 11:12 એ એમ (AM)

printer

છોટાઉદેપુરમાં ખેડૂતો માટે મોબાઈલ એપથી સબસીડીવાળા ખાતરનું એડવાન્સ બુકિંગ શરૂ થશે

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સબસીડી વાળા રસાયણિક ખાતરનો જથ્થો મોબાઈલ એપ્લીકેશનથી મળતો થશે.
સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ફ્રેમ વર્ક ફોર ફર્ટીલાઈઝર સેલ નામની નવી ડીજીટલ વ્યવસ્થા અંગેનો પાઈલોટ પ્રોજેકટ સફળ થયા બાદ આગામી 25 ઓગસ્ટથી છોટાઉદેપુર જિલ્લામાં અને ટૂંક સમયમાં રાજ્યના તમામ જિલ્લામાં આ નવી પદ્ધતિ અમલમાં મુકાશે.
ખાતરના વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટેની આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેનાથી ડેપો કે મંડળી ઉપર લાગતી લાંબી લાઈનો માંથી મુક્તિ મળશે.
એપ્લીકેશનથી ખાતરનો જથ્થો બુક કર્યાના 2 દિવસમાં ખેડૂતે જથ્થો મેળવી લેવાનો રહેશે. આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા ડીલર પાસે કેટલો સ્ટોક છે ખેડૂતોને ખરીદી માટે લાંબી લાઈનો માંથી મુક્તિ મળશે.તેમજ તમામ વેચાણનો ડીજીટલ રેકોર્ડ રહેશે. જેથી પારદર્શકતા વધશે અને નકલી ખરીદારોથી રક્ષણ મળશે.