ઓક્ટોબર 14, 2026 4:04 પી એમ(PM)

views 7

રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 1100 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી

રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો MSMEને એક હજાર 100 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય સીધી ચૂકવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા સિંગલ ક્લિક પેમેન્ટ કાર્યક્રમ અંતર્ગત 14 હજાર 800થી વધુ ઉદ્યોગકારોને આ રકમ મોકલવામાં આવી. MSME ક્ષેત્રને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા અ...

ઓક્ટોબર 14, 2026 3:55 પી એમ(PM)

views 7

છોટાઉદેપુરના મોરખલા ગામની ‘બેન્ક સખી’ સુષ્મા રાઠોડે ઘર બેઠા શરૂ કર્યું બેન્કિંગ સેન્ટર

છોટાઉદેપુરના મોરખલા ગામનાં લોકોને ઘરઆંગણે જ નાણાકીય સેવાઓ મળતા તેમને હવે 13 કિલોમીટર દૂર જવામાંથી મુક્તિ મળી છે. ગામનાં બૅન્ક સખી સુષ્મા રાઠોડ પોતાના ઘરેથી જ બૅન્કિંગ કરસપૉન્ડન્ટ સૅન્ટર ચલાવીને ગ્રામજનો સુધી આવશ્યક સેવાઓ પહોંચાડી રહ્યાં છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન – NRLM હેઠળ સખીમંડળ મારફતે તાલીમ મેળ...

ઓક્ટોબર 14, 2026 3:50 પી એમ(PM)

views 25

નવરાત્રિ મહાપર્વના ચોથા નોરતે આજે માઁ દુર્ગાનાં ચોથા સ્વરૂપ માઁ કુષ્માંડાની આરાધના

નવરાત્રિ મહાપર્વના ચોથા નોરતે આજે માઁ દુર્ગાનાં ચોથા સ્વરૂપ માઁ કુષ્માંડાની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, પોતાનાં મંદ હાસ્યથી બ્રહ્માંડનું સર્જન કરનારાં માઁ કુષ્માંડા નવી ઉર્જા, શક્તિ અને તેજનું પ્રતીક છે. માઁ ભગવતી સૌના જીવનમાંથી અંધ...

ઓક્ટોબર 14, 2026 3:41 પી એમ(PM)

views 13

રાજ્યસભા સાંસદ ડૉક્ટર મુકેશ રાઠવાએ દિલ્હી ખાતેની બેઠકમાં છોટાઉદેપુરને નર્મદાનું પાણી પહોંચાડવા રજૂઆત કરી

રાજ્યસભા સાંસદ ડૉક્ટર મુકેશ રાઠવાએ દિલ્હીમાં યોજાયેલી જળ સંસાધન સંબંધિત સ્થાયી સમિતિની બેઠકમાં છોટાઉદેપુરને નર્મદાનું પાણી પહોંચાડવા રજૂઆત કરી. તેમણે જિલ્લાના ખેડૂતોને સિંચાઈ અને લોકોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો. સાથે જ અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા યોગ્ય યોજના...

ઓક્ટોબર 14, 2026 3:38 પી એમ(PM)

views 11

રાજ્યભરમાં ચોમાસાની વિદાય બાદ ઉનાળા જેવી ગરમીની શરૂઆત

રાજ્યભરમાં ચોમાસાની વિદાય બાદ ઉનાળા જેવી ગરમીની શરૂઆત થઈ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભુજમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમ...

ઓક્ટોબર 14, 2026 3:36 પી એમ(PM)

views 9

અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીએ પંચમહાલમાં વિકાસકાર્યો અને જનફરિયાદોની સમીક્ષા કરી

અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીએ પંચમહાલમાં વિકાસકાર્યો અને જનફરિયાદોની સમીક્ષા કરી. મોરવાહડફમાં 72 કલાક વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી બેઠકમાં તેમણે નિર્માણાધીન રૅફરલ હૉસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા પંચાયત કચેરી સહિતના વિકાસકામોનું નિરીક્ષણ કર્યું. ...

ઓક્ટોબર 14, 2026 3:34 પી એમ(PM)

views 11

કુંવરજી બાવળિયાની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠક યોજાઈ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠક યોજાઈ. સમિતિ દ્વારા વર્ષ 2025 માટે મળેલી કુલ 69 અરજીની ચકાસણી કરીને આખરી પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ. ચર્ચા-વિચારણાના અંતે જાહેર અને ખાનગી ક્ષેત્રને આવરી લેતી મુખ્ય ત્ર...

ઓક્ટોબર 14, 2026 3:31 પી એમ(PM)

views 30

રાજ્યની આંગણવાડીઓમાં ગરમ રાંધેલા ભોજન માટે આંગણવાડી કાર્યકરોને સ્થાનિક ખરીદી માટે મળતા નાણાકીય દરમાં 67 ટકાનો વધારો

રાજ્યની આંગણવાડીઓમાં ગરમ રાંધેલા ભોજન માટે આંગણવાડી કાર્યકરોને સ્થાનિક ખરીદી માટે મળતા નાણાકીય દરમાં 67 ટકાનો વધારો કરાયો. આ દર અત્યાર સુધી પ્રતિલાભાર્થી પ્રતિદિવસ 5.10 રૂપિયાનો હતો. તે હવે વધારીને 8.50 રૂપિયા કરાયો છે. આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓને મળતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને મજબૂત કરવા સર...

ઓક્ટોબર 14, 2026 9:54 એ એમ (AM)

views 19

સરકારી કોલેજોમાં નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોર્સમાં ખાલી પડેલી 444 બેઠકો માટેના પ્રવેશ માટે ચોથો રાઉન્ડ યોજાશે

ફિઝિયોથેરાપી-નર્સિંગ સહિતના પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ચોથો રાઉન્ડ શરૂ કરાયો છે. ત્રણ રાઉન્ડના અંતે જુદા જુદા કોર્સની 36 હજાર 252 બેઠકો ખાલી પડી છે. જેના અનુસંધાનમાં હવે માત્ર સરકારી કોલેજોની ખાલી 444 બેઠકો માટે ચોથો રાઉન્ડ શરૂ કરાયો છે. ચોથા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ 16મી ઓક્ટોબર સુધી ચોઇસ ફિલિંગ...

ઓક્ટોબર 14, 2026 9:42 એ એમ (AM)

views 31

રાષ્ટ્રપતિ મુર્મુ આજે બે દિવસીય પ્રવાસ અંતર્ગત આંધ્રપ્રદેશના વિજયવાડા પહોંચશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે આજે વિજયવાડા પહોંચશે. તેઓ આજે સાંજે શ્રી કનક દુર્ગા મંદિરમાં પ્રાર્થના કરશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ વિજયવાડામાં રાષ્ટ્રીય સરસ મેળા 2026નું ઉદ્ઘાટન કરશે. આ મેળાનું આયોજન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આંધ્ર પ્રદેશ સરકારના સહયોગથી કરવામ...