અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીએ પંચમહાલમાં વિકાસકાર્યો અને જનફરિયાદોની સમીક્ષા કરી. મોરવાહડફમાં 72 કલાક વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી બેઠકમાં તેમણે નિર્માણાધીન રૅફરલ હૉસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા પંચાયત કચેરી સહિતના વિકાસકામોનું નિરીક્ષણ કર્યું.
બેઠકમાં વીજળી, રસ્તા, પાણી પૂરવઠો, સ્વચ્છતા અને સિંચાઈના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી. સાથે જ તેમણે શાળાઓના ભૌતિક વિકાસ માટે શિક્ષકોના આર્થિક યોગદાનની પ્રશંસા કરી.