રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો MSMEને એક હજાર 100 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય સીધી ચૂકવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા સિંગલ ક્લિક પેમેન્ટ કાર્યક્રમ અંતર્ગત 14 હજાર 800થી વધુ ઉદ્યોગકારોને આ રકમ મોકલવામાં આવી.
MSME ક્ષેત્રને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો. ઉપરાંત શ્રી સંઘવી દ્વારા એક જ ક્લિકથી ઔદ્યોગિક પ્લોટની ઈ-ફાળવણી પણ કરવામાં આવી.