રાજ્યસભા સાંસદ ડૉક્ટર મુકેશ રાઠવાએ દિલ્હીમાં યોજાયેલી જળ સંસાધન સંબંધિત સ્થાયી સમિતિની બેઠકમાં છોટાઉદેપુરને નર્મદાનું પાણી પહોંચાડવા રજૂઆત કરી. તેમણે જિલ્લાના ખેડૂતોને સિંચાઈ અને લોકોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો.
સાથે જ અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા યોગ્ય યોજના બનાવવા અને જરૂરી કામગીરી ઝડપી કરવાની માગ કરી. સાંસદની રજૂઆત અંગે સમિતિના અધ્યક્ષ રાજીવ પ્રતાપ રેડ્ડીએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.