ઓક્ટોબર 14, 2026 9:54 એ એમ (AM)

printer

સરકારી કોલેજોમાં નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોર્સમાં ખાલી પડેલી 444 બેઠકો માટેના પ્રવેશ માટે ચોથો રાઉન્ડ યોજાશે

ફિઝિયોથેરાપી-નર્સિંગ સહિતના પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ચોથો રાઉન્ડ શરૂ કરાયો છે. ત્રણ રાઉન્ડના અંતે જુદા જુદા કોર્સની 36 હજાર 252 બેઠકો ખાલી પડી છે. જેના અનુસંધાનમાં હવે માત્ર સરકારી કોલેજોની ખાલી 444 બેઠકો માટે ચોથો રાઉન્ડ શરૂ કરાયો છે. ચોથા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ 16મી ઓક્ટોબર સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે.

ત્રણ રાઉન્ડના અંતે માત્ર 16 હજાર 954 બેઠકો ભરાઈ છે. નર્સિંગ સહિતના કોર્સમાં પ્રવેશ પૂર્ણ કરવા માટે 30મી ઓક્ટોબર છેલ્લો દિવસ હોવાથી હવે ખાલી પડેલી બેઠકો ભરવાની સત્તા જે તે કોલેજોને સોંપી દેવામાં આવી છે. કોલેજો આ સમયમર્યાદા સુધીમાં પોતાની રીતે વિદ્યાર્થીઓને સીધા પ્રવેશ આપી શકશે.

આ સિવાય સરકારી કોલેજોમાં ખાલી પડેલી 444 બેઠકો માટે જે વિદ્યાર્થીઓ સરકારી કોલેજોમાં ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ ઇચ્છતાં હોય તેઓ 16મી ઓક્ટોબર સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે.  

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.