સપ્ટેમ્બર 7, 2026 3:38 પી એમ(PM)

views 10

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 100મું સફળ અંગદાન: 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

શ્રાવણ માસના દિવસોમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 100મું સફળ અંગદાન પાર પડ્યું છે. નવસારીના 56 વર્ષીય ખેતમજૂર બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારે 2 કિડની અને 1 લિવરનું દાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ હાજર રહી પીડિત પરિવારને સાંત્વના પાઠવી તેમન...

સપ્ટેમ્બર 7, 2026 9:38 એ એમ (AM)

views 7

વલસાડના તિથલ બ્રિજ પર જો હવે કોઇ ગંદકી કરશે તો તેની પાસેથી એક હજારના દંડની વસુલાત કરાશે

વલસાડના તિથલ બ્રિજ પર જો હવે કોઇ ગંદકી કરશે તો તેની પાસેથી એક હજારના દંડની વસુલાત કરાશે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘ક્લીન તિથલ, ક્લીન વલસાડ’ અભિયાન અંતર્ગત પ્રખ્યાત તિથલ બીચ ખાતે મહાસફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કા...

સપ્ટેમ્બર 7, 2026 9:33 એ એમ (AM)

views 17

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બાળતસ્કરીને ઝડપીને અપહરણ કરાયેલા ત્રણ બાળકોને ગોધરાના એક ગામમાંથી મુક્ત કરાવ્યાં

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે જુલાઈ 2022માં સોલા વિસ્તારથી અપહરણ કરાયેલા સગીર સહિત કુલ ત્રણ બાળકોને ગોધરાના નવા નદીસર ગામથી મુક્ત કરાવ્યા છે. પોલીસને બાળકો અંગે મળેલી બાતમી આધારે ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા એક  સગીર મળી આવ્યો હતો. પૂછપરછ કરતા જાણ...

સપ્ટેમ્બર 7, 2026 9:27 એ એમ (AM)

views 8

ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી અન્ડર ગ્રેજ્યુએટ અનેપોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની બેઠકો માટે આજથી પ્રવેશ માટે મોપ અપ રાઉન્ડ શરૂ થશે

ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી 34 હજાર 499 બેઠકો માટે આજથી જીકાસ પોર્ટલ દ્વારા અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશ માટેના વધુ એક રાઉન્ડનો આરંભ થશે. આજથી મોપ અપ રાઉન્ડ શરૂ થશે, જે 11મી સપ્ટેમ્બર સુધી ચાલશે. અગાઉ ત્રણ રાઉન્ડ યોજાઇ ચૂક્યા છે અને પ્રવેશ માટેનો આ ચોથો રાઉન્ડ છે.

સપ્ટેમ્બર 7, 2026 9:17 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સના સંબંધો નવા શિખરો પર પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સના સંબંધો નવા શિખરો પર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મળીને બંને દેશો એક ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી બનાવી રહ્યા છે. ફ્રાન્સના પેરિસમાં સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વિડીયો કોન્ફરન્સિ...

સપ્ટેમ્બર 7, 2026 9:11 એ એમ (AM)

views 6

અમદાવાદ ખાતે રમાઇ રહેલી વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતના શીતલ દેવી અને રાકેશ કુમારે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો

અમદાવાદ ખાતે રમાઇ રહેલી વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝ 2026માં ભારતના શીતલ દેવી અને રાકેશ કુમારે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બંને ખેલાડીઓએ કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં એક હજાર 400ના સંયુક્ત સ્કોર સાથે નવો વિક્રમ સર્જ્યો છે. રાકેશ કુમારે પેરા કમ્પાઉન્ડ મેન્સ ક્વોલિફિકેશનમાં 702 પ...

સપ્ટેમ્બર 7, 2026 9:12 એ એમ (AM)

views 8

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નવી દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નવી દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં થયેલી ઇમારત ધરાશાયી થવાની ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. તેમણે ઇમારતના માલિક સામે એફઆઈઆર નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન, મોડી રાત્રે બીજો મૃતદેહ મળ્યા બાદ અકસ્માતમાં મૃત્યુઆંક છ થયો છે. સ્થળ પર રાહત અને બચાવ કામગીરી...

સપ્ટેમ્બર 7, 2026 9:08 એ એમ (AM)

views 17

ગાંધીનગરમાં યોજાનારી વોલીબોલ ચેમ્પિયન્સ લીગ ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ અને પ્લેયર ઓક્શન

ગાંધીનગરમાં વોલીબોલ ચેમ્પિયન્સ લીગનો પ્રારંભિક કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે VCLની ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ, પ્લેયર ઓક્શન યોજાયું હતું. VCLના સ્થાપકો ધીરજ મંજરી અને કુલવંત બલિયાને ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ કર્યું. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની પ્રોફેશનલ વોલીબોલ લીગનું પ્લેયર ઓક્શન...

સપ્ટેમ્બર 7, 2026 9:07 એ એમ (AM)

views 18

ખાનગીકરણની તમામ અટકળોને ઇસરોએ ફગાવી.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન - ISRO એ મીડિયા અટકળો અને ખોટી માહિતી અંગે સ્પષ્ટતા જાહેર કરી છે જેમાં  ISROનું ખાનગીકરણ થયું હોવાની વાત છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ISRO એ જણાવ્યું હતું કે તેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો હેતુ અવકાશ કાર્યક્રમને સક્ષમ બનાવવાનો છે...

સપ્ટેમ્બર 7, 2026 8:56 એ એમ (AM)

views 10

જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઇન્ડોનેશિયાના આઠ એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરાઈ.

જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઇન્ડોનેશિયાના આઠ એરપોર્ટ પર કામગીરી હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે દોઢ લાખથી વધુ મુસાફરો ફસાયેલા છે. પરિવહન મંત્રી ડુડી પૂર્વગાંધીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 712 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. જકાર્તાનાં સોએકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સૌપ્રથમ જ્વા...