સપ્ટેમ્બર 7, 2026 9:08 એ એમ (AM)

printer

ગાંધીનગરમાં યોજાનારી વોલીબોલ ચેમ્પિયન્સ લીગ ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ અને પ્લેયર ઓક્શન

ગાંધીનગરમાં વોલીબોલ ચેમ્પિયન્સ લીગનો પ્રારંભિક કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે VCLની ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ, પ્લેયર ઓક્શન યોજાયું હતું. VCLના સ્થાપકો ધીરજ મંજરી અને કુલવંત બલિયાને ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ કર્યું.

ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની પ્રોફેશનલ વોલીબોલ લીગનું પ્લેયર ઓક્શન યોજાયું. ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ અગાઉ વોલીબોલ ચેમ્પિયન્સ લીગ ઉત્સાહજનક સાબિત થશે.