વલસાડના તિથલ બ્રિજ પર જો હવે કોઇ ગંદકી કરશે તો તેની પાસેથી એક હજારના દંડની વસુલાત કરાશે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘ક્લીન તિથલ, ક્લીન વલસાડ’ અભિયાન અંતર્ગત પ્રખ્યાત તિથલ બીચ ખાતે મહાસફાઈ ઝુંબેશ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, NCC અને NSSના કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું વલસાડ કલેક્ટર નિતીન સાંગવાને જણાવ્યુ હતું.