અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે જુલાઈ 2022માં સોલા વિસ્તારથી અપહરણ કરાયેલા સગીર સહિત કુલ ત્રણ બાળકોને ગોધરાના નવા નદીસર ગામથી મુક્ત કરાવ્યા છે.
પોલીસને બાળકો અંગે મળેલી બાતમી આધારે ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા એક સગીર મળી આવ્યો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, વર્ષ – 2022માં આરોપીએ હેબતપુરમાંથી એક સગીરનું અપહરણ કર્યું હતું અને તેને ગોધરામાં 10 હજાર રૂપિયામાં જ વેચી દીધો હતો.
આ ઉપરાંત અપહરણ થયેલા બીજા બે બાળકો મજૂરી કરતા મળી આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડ્યા છે.