સપ્ટેમ્બર 7, 2026 9:17 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સના સંબંધો નવા શિખરો પર પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સના સંબંધો નવા શિખરો પર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મળીને બંને દેશો એક ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી બનાવી રહ્યા છે. ફ્રાન્સના પેરિસમાં સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બોલતા શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને સંરક્ષણથી લઈને અવકાશ અને આબોહવા પરિવર્તન સુધી, બંને દેશો નવી ગતિ અને ઉર્જા સાથે આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી ખાસ છે કારણ કે તે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને રાજકીય સંબંધોના મજબૂત પાયા પર ટકેલી છે.