સપ્ટેમ્બર 7, 2026 8:56 એ એમ (AM)

printer

જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઇન્ડોનેશિયાના આઠ એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરાઈ.

જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઇન્ડોનેશિયાના આઠ એરપોર્ટ પર કામગીરી હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે દોઢ લાખથી વધુ મુસાફરો ફસાયેલા છે. પરિવહન મંત્રી ડુડી પૂર્વગાંધીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 712 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

જકાર્તાનાં સોએકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સૌપ્રથમ જ્વાળામુખીમાંથી રાખ મળી આવ્યા બાદ કામગીરી સ્થગિત કરાઈ હતી. જ્વાળામુખીની રાખ જાવા ઉપર 20 હજાર ફૂટ અને સુમાત્રા તરફ 50 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી હતી. શુક્રવારે મોડી રાત્રે જ્વાળામુખી ફાટવાનું શરૂ થયું, જેના કારણે સતત ભૂકંપીય પ્રવૃત્તિ, લાવાના ફુવારા અને આસપાસના વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયા.