અમદાવાદ ખાતે રમાઇ રહેલી વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝ 2026માં ભારતના શીતલ દેવી અને રાકેશ કુમારે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બંને ખેલાડીઓએ કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં એક હજાર 400ના સંયુક્ત સ્કોર સાથે નવો વિક્રમ સર્જ્યો છે.
રાકેશ કુમારે પેરા કમ્પાઉન્ડ મેન્સ ક્વોલિફિકેશનમાં 702 પોઈન્ટ મેળવીને બીજા સ્થાને રહ્યા, જે ઇન્ડોનેશિયાના ટોપ ક્વોલિફાયર કરતાં માત્ર બે પોઈન્ટ પાછળ છે, જેણે 720 માંથી 704 પોઈન્ટ મેળવ્યા હતા. શીતલ દેવી પેરા કમ્પાઉન્ડ મહિલા ક્વોલિફિકેશનમાં ટોચ પર રહી, જેનાથી ભારતીય કમ્પાઉન્ડ ટુકડી માટે દિવસ મજબૂત બન્યો.
ભારતના આઠ પેરા કમ્પાઉન્ડ તીરંદાજો – પુરુષોની શ્રેણીમાં રાકેશ કુમાર, તોમન કુમાર, શ્યામ સુંદર સ્વામી અને ગુરવિંદર સિંહ, અને મહિલા શ્રેણીમાં શીતલ દેવી, પાયલ નાગ, સરિતા અને લાલપતિ – બધા આગળના તબક્કામાં આગળ વધ્યા છે.