ઓગસ્ટ 3, 2026 2:17 પી એમ(PM)

views 33

ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઇ.

ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં, જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સાતમા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે. ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અગિયારમા રાઉન્ડ બાદ આગળ છે, મધ્ય પ્રદેશના દતિયા વિધાનસભા...

ઓગસ્ટ 3, 2026 2:07 પી એમ(PM)

views 13

મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતિય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર.

દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ તોમ...

ઓગસ્ટ 3, 2026 1:58 પી એમ(PM)

views 23

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે દેશના ખેલાડીઓએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી કે 13 ગોલ્ડ મેડલમાંથી, દેશની મહિલાઓએ 8 મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિએ તમામ 39 મેડલ વિજેતાઓ અને રમતો દરમિયાન યોગદાન...

ઓગસ્ટ 3, 2026 12:53 પી એમ(PM)

views 23

કચ્છ: સામખિયાળી જંક્શન ખાતે 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ

કચ્છના સામખિયાળી જંક્શન ખાતે રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલું 46 કલાકનું અત્યંત જટિલ મેગા નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. સામખિયાળી-ભચાઉ રેલવે ખંડના ચાર લાઈન અને આધુનિક સિગ્નલ સિસ્ટમના અમલીકરણથી આ મહત્વપૂર્ણ માલવાહક કોરિડોરની ક્ષમતામાં મોટો વધારો થશે. આ પ્રોજેક્ટથી...

ઓગસ્ટ 3, 2026 11:09 એ એમ (AM)

views 25

ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. યેલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લો...

ઓગસ્ટ 3, 2026 10:48 એ એમ (AM)

views 20

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના 'દીક્ષા ગ્રહણ સમારોહ'માં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’ અંતર્ગત...

ઓગસ્ટ 3, 2026 11:12 એ એમ (AM)

views 28

કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાન પદ ભારતને સોંપાયુ – ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ગઇકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહ્યું કે, અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગઇકાલ...

ઓગસ્ટ 3, 2026 11:05 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન, તેઓ કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને ગંજમ જિલ્લાના તપ્તપાણીમાં અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કટક પાસે આવેલા બનારામાં જગતગુરુ કૃપાલુ વિશ્વવિદ્યાલયનું ઉદ્...

ઓગસ્ટ 3, 2026 10:35 એ એમ (AM)

views 25

વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી.. બપોર સુધીમાં પરિણામની શક્યતા

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. 37.05 ટકા જેવા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો...

ઓગસ્ટ 3, 2026 10:34 એ એમ (AM)

views 27

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી યોજાશે. ગયા મહિનાની 30મી તારીખે બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયું હતું. મતગણતરી માટેની માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી સવારે 8:00 વાગ્યે શરૂ ...