સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી છે. આજે સવારે લોકસભામાં વિપક્ષોએ અલગ અલગ મુદ્દાઓ ઉપર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો.. સ્થિતીને જોતા અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
આ અગાઉ જ્યારે લોકસભામી કાર્યવાહી શરૂ થઇ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતના નોંધપાત્ર પ્રદર્શનની પ્રસંશા કરીને ખેલાડીઓને રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યાં.
જ્યારે રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા.. રાજ્યસભાની કામગીરી શરૂ થતાં જ વિપક્ષોએ શોરબકોર કરતાં સભાપતિએ કામગીરી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
ચોમાસુ સત્રના પ્રારંભથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષો દ્વારા નીટ પેપર લીક મામલે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવેલા લાઠીચાર્જ સહિતના મુદ્દે હોબાળો કરતા કામગીરી ખોરંભે પડી રહી છે.