પુરુષોની ક્રિકેટમાં, અંડર-19 એશિયા કપની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે. ઓમાનના મસ્કત ખાતે રમાનાર આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા 10 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમ પાકિસ્તાન સામેની ગ્રુપ-સ્ટેજ હારનો બદલો લેવા અને અગાઉના ત્રણ આવૃત્તિઓમાં ટ્રોફી ગુમાવ્યા બાદ ખિતાબ પાછો મેળવવાનો પ્રયાસ કરશે. ભારત નવમો અંડર-19 એશિયા કપ ખિતાબ જીતવાનું લક્ષ્ય રાખશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે.