કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, ભારતે આ વર્ષે ઓક્ટોબરમાં લગભગ 90 અબજ અમેરિકન ડોલરની નિકાસનો નવો રેકોર્ડ હાંસલ કર્યો છે.
નવી દિલ્હીમાં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આમાં આશરે 50 અબજ ડોલરની માલસામાનની નિકાસ અને 40 અબજ ડોલરની સેવાઓની નિકાસનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષના પ્રથમ સાત મહિનામાં, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ભારતની કુલ નિકાસ 570 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ છે.
વાણિજ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ચાલુ નાણાકીય વર્ષ માટે 1 લાખ કરોડ અમેરિકન ડોલરના નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, આ વર્ષે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં 15 થી 16 ટકાનો વધારો થવાની ધારણા છે.