નવેમ્બર 14, 2026 8:59 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા – લોકભવનમાં રાત્રિરોકાણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે કર્ણાટકના મૈસુરથી ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ  ગાંધીનગરના લોકભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું. રાજ્યપાલે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાના તેમના સંકલ્પની પ્રશંસા કરી.

દરમિયાન, આજે લાભ પંચમી નિમિત્તે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રીની મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, દરરોજ અઢી લાખથી વધુ ભક્તો મંદિરમાં દર્શન કરે છે અને આજે આ સંખ્યા 5 લાખથી વધુ થવાની ધારણા છે.

અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભક્તોની સુવિધાને પ્રાથમિકતા આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો.