ધરતીઆબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સરકાર દ્વારા રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આગામી 18 તારીખ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
રાજ્યભરમાં આજે સવારે પ્રતિમા સ્વચ્છતા અભિયાન, પૂજા અને સાધુ-સંતોનું સન્માન કરાશે. 55 વિધાનસભા ક્ષેત્રમાં આજે ભગવાન બિરસા મુંડાજી તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓ અને આસપાસની જગ્યાની સફાઈ, પુષ્પાંજલિ, પૂજા અથવા પ્રાર્થના તથા સાધુસંતોના ઘરે જઈ હાર અને શાલ દ્વારા તેમનું સન્માન કરાશે.
જ્યારે સાંજે તમામ આદિજાતિ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાજીની આરતી, દીપ પ્રાગટ્ય, જીવન ઇતિહાસનું વાચન, ભજન તથા સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરાશે.
આ ઉપરાંત તમામ આદિજાતિ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં ઘરેઘરે દીપ પ્રાગટ્ય તથા આદર્શ નિવાસી શાળા, આશ્રમશાળા, E.M.R.S., G.L.R.S. છાત્રાલય અને અન્ય સંસ્થાઓમાં સાંજે છ વાગ્યે દીપોત્સવ યોજાશે. યશવી મહેતા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ)