ઓગસ્ટ 3, 2026 2:07 પી એમ(PM)

printer

મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતિય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર.

દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ તોમરને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. છ મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા કેસમાં અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે 2 જુલાઈના રોજ આદેશ ત્રીજી ઓગષ્ટ સુધી અનામત રાખ્યો હતો. મે 2024 માં, કોર્ટે સિંહ સામે ગુનાહિત ધાકધમકીનો આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. જોકે, છ મહિલા કુસ્તીબાજોમાંથી એક દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે 15 જૂને બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.