ઓગસ્ટ 3, 2026 2:26 પી એમ(PM)

printer

દ્વિપક્ષિય સંબંધોને સુદ્રઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત.

ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશ મંત્રી સૈદોવ બખ્તિયોર ઓડિલોવિચે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે પ્રાચીન વેપાર માર્ગોમાં મૂળના છે. તેમની મુલાકાત દરમિયાન, બંને નેતાઓ દ્વિપક્ષિય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.