હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. યેલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. રાજ્યના 226 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ રાજકોટ અને વલસાડના કપરાડા ખાતે ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે રામપરા બેટી પારેવડાં રોડ, જસાપર જીવાપર અને સાણથલી ઈશ્વરીયા રોડ બંધ કરાયા છે કોઝવે અને ડાઈવર્ઝન પર પાણીનો પ્રવાહ હોવાથી સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના માલણીયાદ અને સુખપર ગામે ખેતરમાં ફસાયેલ 55 જેટલા બાળકો- ભાઈઓ -બહેનોનું મોડી રાત્રે NDRF, SDRF અને ગુજરાત પોલીસના જવાનો દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના પડધરી, વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં 1.5 ઇંચ , અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ અને કચ્છના મુન્દ્રામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ધરણીધર વિસ્તારમાં અડધો ઇંચ, જ્યારે સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં,પાટણના રાધનપુરમાં, બનાસકાંઠાના ઓગડમાં તથા સુરતના બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતો અને જળાશયો માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ, દિયોદરમાં બે ઇંચ સાથે ધરણીધર તાલુકામાં એક ઈંચ વરસાદ, સુઈગામ નડાબેટ વાવ થરાદ માં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વડોદરા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને પૂર બાદ સંભવિત ચેપી રોગચાળો ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે રાહત અને તબીબી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ પશુપાલન વિભાગના ૩૭ પશુચિકિત્સકોની વિશેષ ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરી કરવામાં આવી રહી છે
News On AIR | ઓગસ્ટ 3, 2026 11:09 એ એમ (AM)
ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ