ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં, જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સાતમા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે. ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અગિયારમા રાઉન્ડ બાદ આગળ છે, મધ્ય પ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ સિંહ છઠ્ઠા રાઉન્ડ બાદ સરસાઇ ધરાવે છે. બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્ય પ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તાર માટે મતદાન ગયા મહિનાની 30મી તારીખે યોજાયું હતું.
News On AIR | ઓગસ્ટ 3, 2026 2:17 પી એમ(PM)
ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઇ.