ઓગસ્ટ 22, 2026 2:43 પી એમ(PM)

views 15

ચાર વર્ષથી ઓછી વયના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ-ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ

સરકારે આજે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ-ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્ય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આ દવાઓ પર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે ક...

ઓગસ્ટ 22, 2026 2:35 પી એમ(PM)

views 10

ઝારખંડમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટના ટર્બાઈનમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ એન્જિનિયરોના મોત

ઝારખંડના રામગઢ જિલ્લાના બરકાકાના ઓપી વિસ્તાર હેઠળના હેહલમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટમાં ગઈકાલે રાત્રે ટર્બાઈનમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ત્રણ એન્જિનિયરોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર પ્લાન્ટમાં વધુ પડતા તાપમ...

ઓગસ્ટ 22, 2026 2:33 પી એમ(PM)

views 15

બાળકોના ઓનલાઇન ગોપનીયતા સુરક્ષા કાયદાના ઉલ્લંઘન બદલ TikTok અને તેની ચીની પેરેન્ટ કંપની, ByteDance, 400 મિલિયન ડોલર ચૂકવવા સંમત

બાળકોના ઓનલાઇન ગોપનીયતા સુરક્ષા કાયદાના ઉલ્લંઘનમાં બાળકોના ડેટાના સંગ્રહ અંગે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના મુકદ્દમાનો ઉકેલ લાવવા માટે TikTok અને તેની ચીની પેરેન્ટ કંપની, ByteDance, 400 મિલિયન ડોલર ચૂકવવા સંમત થયા છે. ન્યાય વિભાગે 2024માં ફેડરલ ટ્રેડ કમિશન વતી TikTok પર દાવો કર્યો હતો. મુકદ્દમામાં આ...

ઓગસ્ટ 22, 2026 2:29 પી એમ(PM)

views 7

હોર્મુઝ સામુદ્રધુની હાલમાં અમેરિકાનો પ્રદેશ હોવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, હોર્મુઝ સામુદ્રધુની હાલમાં અમેરિકાનો પ્રદેશ છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. દક્ષિણ કેરોલિનામાં શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવ્યું ...

ઓગસ્ટ 22, 2026 2:27 પી એમ(PM)

views 17

ફિબા અંડર-18 એશિયા કપ બાસ્કેટબૉલ સ્પર્ધાની આજની પહેલી મેચમાં જાપાન સામે ફિલિપિન્સનો પરાજય

આંતરરાષ્ટ્રીય બાસ્કેટબૉલ મહામંડળ – ફિબા અંડર-18 એશિયા કપ બાસ્કેટબૉલ સ્પર્ધાની આજની પહેલી મેચમાં જાપાને ફિલિપિન્સને પરાજય આપ્યો. ગુજરાતના અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી મેચમાં પહેલા ક્વાર્ટરમાં જાપાન અને બીજા ક્વાર્ટરમાં ફિલિપિન્સની ટીમ આગળ રહી હતી. જ્યારે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં...

ઓગસ્ટ 14, 2026 5:01 પી એમ(PM)

views 28

અમદાવાદ સિવિલની સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટમાં દર્દીઓ માટે પ્રેરણાદાયક રમતગમત સ્પર્ધા યોજાઈ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ (સી.એલ. એન્ડ એસ.સી.) સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટ ખાતે 80માં સ્વતંત્રતા પર્વના ભાગરૂપે અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી. આજે ઓક્યુપેશનલ થેરાપી વિભાગ અને સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટના સંયુક્ત ઉપક્રમે, વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક વિશેષ રમતગમત સ...

ઓગસ્ટ 4, 2026 2:33 પી એમ(PM)

views 41

ગુજરાતમાં સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો: 10 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની મહેર યથાવત છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તેમજ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાન...

ઓગસ્ટ 4, 2026 2:27 પી એમ(PM)

views 29

ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ 2026: વડોદરાના તરવૈયાઓનો દબદબો, 110 મેડલ જીત્યા

અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર અને સબ-જુનિયર એક્વાટિક ચેમ્પિયનશિપ 2026 માં વડોદરાના તરવૈયાઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વડોદરાની ટીમે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 110 મેડલ પોતાના નામે કરીને સ્પર્ધાત્મક સ્વિમિંગમાં સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ તરીકેનું બિરુદ મેળવીને વર્ચસ...

ઓગસ્ટ 4, 2026 2:24 પી એમ(PM)

views 21

જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર: આ વર્ષે વાદળ ફાટવાની 35 ઘટનાઓ બની, કુલ 31 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન કુદરતી આફતોનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં વાદળ ફાટવાની ઓછામાં ઓછી 35 જેટલી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં 31 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વિનાશક ઘટનાઓને કારણે સ્થાનિક લોકોના ઘરો, રસ્તાઓ, પુલો અને અન્ય જાહેર માળખાને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જ...

ઓગસ્ટ 4, 2026 2:05 પી એમ(PM)

views 17

સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજજુનો વિપક્ષો ઉપર આરોપ.

NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ ફરી મળતા સભાપતિ સી પી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ કર...