ઓગસ્ટ 22, 2026 2:27 પી એમ(PM)

printer

ફિબા અંડર-18 એશિયા કપ બાસ્કેટબૉલ સ્પર્ધાની આજની પહેલી મેચમાં જાપાન સામે ફિલિપિન્સનો પરાજય

આંતરરાષ્ટ્રીય બાસ્કેટબૉલ મહામંડળ – ફિબા અંડર-18 એશિયા કપ બાસ્કેટબૉલ સ્પર્ધાની આજની પહેલી મેચમાં જાપાને ફિલિપિન્સને પરાજય આપ્યો. ગુજરાતના અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી મેચમાં પહેલા ક્વાર્ટરમાં જાપાન અને બીજા ક્વાર્ટરમાં ફિલિપિન્સની ટીમ આગળ રહી હતી. જ્યારે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. મેચના અંતે જાપાનનો સ્કોર 80 અને ફિલિપિન્સનો સ્કોર 75 રહ્યો હતો.

તો, હમણાં 1.30 વાગ્યે ઇરાન અને ચાઈનીઝ તાઈપે વચ્ચે આજનો બીજો મુકાબલો રમાશે. જ્યારે 4.30 વાગ્યે ન્યૂઝિલૅન્ડ અને ચીન વચ્ચે અને સાંજે 7.30 વાગ્યે ઑસ્ટ્રેલિયા અને કૉરિયા વચ્ચે મુકાબલો થશે.