રાષ્ટ્રીય

ઓક્ટોબર 17, 2026 9:00 એ એમ (AM)

views 27

નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા પ્રતિબંધોથી વ્યવસાયો પર પ્રતિકૂળ અસર પડશે તો સર્વોચ્ચ અદાલત હસ્તક્ષેપ કરશે

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે વેપારીઓને ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. બજારમાં કામ કરતા લોકોને પણ આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપાર સંગઠનના ઉપપ્રમુખ રાહુલ અદાલખાહે જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શનોને કારણે ધંધાને અસર થઈ રહી છે. લોકોને તેમની ઓફિસો અને કાર્યસ્થળો સુધી ...

ઓક્ટોબર 17, 2026 8:54 એ એમ (AM)

views 13

દેશને અસ્થિર કરવા વિદેશી તાકાતો સાથે સાંઠગાંઠ કરવાનો વિપક્ષ પર ભાજપનો આરોપ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીને વિપક્ષ પર દેશને અસ્થિર કરવા માટે વિદેશી તાકાતો  સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે "સત્તા પરિવર્તન" જેવા શબ્દોનો ઉપયોગ વિપક્ષના ઇરાદાઓને છતા કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષની લડાઈ ચૂંટણી સુધારા કે યુવાનોના ભવિષ્ય...

ઓક્ટોબર 17, 2026 8:50 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના– બીજા તબક્કા હેઠળ ગુજરાત સહિત 11 રાજ્યોમાં 1 લાખ 93 હજારથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના – બીજા તબક્કા હેઠળ ગુજરાત સહિત 11 રાજ્યોમાં 1 લાખ 93 હજારથી વધુ મકાનોને  મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે, મિશન હેઠળ મંજૂર કરાયેલા ઘરોની કુલ સંખ્યા હવે 20 લાખને વટાવી ગઈ છે. શહેરી વિકાસ વિભાગના સચિવ સતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની 10...

ઓક્ટોબર 17, 2026 8:46 એ એમ (AM)

views 20

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત તેમની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું

 અમેરિકાના રાષ્ટ્રપતિ  ટ્રમ્પે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની તેમની પ્રાથમિકતા છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી બંને ઇચ્છે છે કે સંઘર્ષનો અંત આવે. જોકે, ઝેલેન્સકીએ પ્રતિબંધો અને સુરક્ષા ગેરંટી અંગે મોસ્કો પર સંદ...

ઓક્ટોબર 17, 2026 8:44 એ એમ (AM)

views 305

પુરુષોના ક્રિકેટમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બેંગલુરુમાં પાંચમી અને નિર્ણાયક T20 રમાશે – મહિલા ક્રિકેટમાં, ભારતે પ્રથમ T20Iમાં ઝિમ્બાબ્વેને ચાર વિકેટે હરાવ્યું

ક્રિકેટમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ આજે સાંજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. પાંચ મેચની આ શ્રેણીમાં બંને ટીમો હાલ 2-2 થી બરાબરી પર  છે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં ઝડપી બોલર ભુવ...

ઓક્ટોબર 16, 2026 7:02 પી એમ(PM)

views 9

નાણામંત્રી નિર્મલા સીતારમણે IMF અને વિશ્વ બેંકની બેઠક દરમિયાન જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન બેંકના ગવર્નર કાઝુહિકો અમાકાવા સાથે મુલાકાત કરી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે બેંગકોકમાં IMF-વર્લ્ડ બેંક વાર્ષિક બેઠક દરમિયાન જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશનના ગવર્નર કાઝુહિકો અમાકાવાને મળ્યા હતા. બંને પક્ષોએ સ્વચ્છ ઉર્જા, સેમિકન્ડક્ટર અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં , નાણા મંત્રાલયે જણ...

ઓક્ટોબર 16, 2026 6:59 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રી એસ જયશંકર મુંબઈમાં UAE ના વિદેશ મંત્રી અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે વાતચીત કરશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 19 અને 20 મીએ મુંબઈમાં યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરશે. આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, યુએઈના વિદેશ મંત્રીની મુલાકાત ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર...

ઓક્ટોબર 16, 2026 6:56 પી એમ(PM)

views 10

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતના તેલ પુરવઠામાં વૈવિધ્ય લાવવાના પ્રયાસોથી દેશને વૈશ્વિક ઊર્જા બજારોમાં વિક્ષેપોનો સામનો કરવામાં મદદ મળી: IMF

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતના તેલ પુરવઠામાં વૈવિધ્ય લાવવાના પ્રયાસોથી દેશને વૈશ્વિક ઊર્જા બજારોમાં વિક્ષેપોનો સામનો કરવામાં મદદ મળી છે. જોકે, તેણે ચેતવણી આપી છે કે ઊર્જાના ભાવમાં લાંબા સમય સુધી વધારો થવાથી ફુગાવાના નવા દબાણો સર્જાઈ ...

ઓક્ટોબર 16, 2026 3:27 પી એમ(PM)

views 11

ખોરાક એ જીવન છે અને તેને ભગવાન સમાન માનવામાં આવે છે: શિવરાજ સિંહ ચૌહાણ

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે જણાવ્યું કે, ખોરાકએ જીવન છે અને તેને ભગવાન સમાન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ચૌહાણે કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં ખોરાકને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે.  વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ 1945માં ...

ઓક્ટોબર 16, 2026 3:23 પી એમ(PM)

views 9

કર્ણાટકના રાજ્યપાલ તરીકે ડૉ. સુધા યાદવે કાર્યભાર સંભાળ્યો

કર્ણાટકના રાજ્યપાલ તરીકે ડૉ. સુધા યાદવે આજે કાર્યભાર સંભાળ્યો. બેંગલુરુના લોકભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં કર્ણાટક વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વિભુ બાખરુએ તેમને શપથ લેવડાવ્યા. આ સમારોહમાં મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર, મંત્રીઓ અને અન્ય મહાનુભાવો સાથે વિદાયમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ઉપસ્થિત રહ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.