ઓક્ટોબર 17, 2026 8:46 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત તેમની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું

 અમેરિકાના રાષ્ટ્રપતિ  ટ્રમ્પે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની તેમની પ્રાથમિકતા છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી બંને ઇચ્છે છે કે સંઘર્ષનો અંત આવે. જોકે, ઝેલેન્સકીએ પ્રતિબંધો અને સુરક્ષા ગેરંટી અંગે મોસ્કો પર સંદેહ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ  ટ્રમ્પે હુથી બળવાખોરોના હુમલાઓનો સામનો કરવા માટે સાઉદી અરેબિયાને મદદ કરવાની ઇઝરાયલની ઓફરને સમર્થન આપ્યું છે, તેમણે સાઉદી અરેબિયા ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે ઇઝરાયેલ અબ્રાહમ કરારમાં જોડાય તેવી આશા વ્યક્ત કરી.