ઓક્ટોબર 16, 2026 3:23 પી એમ(PM)

printer

કર્ણાટકના રાજ્યપાલ તરીકે ડૉ. સુધા યાદવે કાર્યભાર સંભાળ્યો

કર્ણાટકના રાજ્યપાલ તરીકે ડૉ. સુધા યાદવે આજે કાર્યભાર સંભાળ્યો. બેંગલુરુના લોકભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં કર્ણાટક વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વિભુ બાખરુએ તેમને શપથ લેવડાવ્યા.

આ સમારોહમાં મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર, મંત્રીઓ અને અન્ય મહાનુભાવો સાથે વિદાયમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. યાદવ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સરહદ સુરક્ષા દળ BSFના ડેપ્યુટી કમાન્ડન્ટ સુખબીર સિંહ યાદવના પત્ની છે.