પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના – બીજા તબક્કા હેઠળ ગુજરાત સહિત 11 રાજ્યોમાં 1 લાખ 93 હજારથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી છે.
આ મંજૂરી સાથે, મિશન હેઠળ મંજૂર કરાયેલા ઘરોની કુલ સંખ્યા હવે 20 લાખને વટાવી ગઈ છે. શહેરી વિકાસ વિભાગના સચિવ સતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની 10મી બેઠક બાદ કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં આ જાહેરાત કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મિઝોરમ, ઓડિશા, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ મંજૂરી આપવામાં આવી છે. આનાથી આર્થિક રીતે નબળા વર્ગના પાત્ર શહેરી પરિવારોને લાભ થશે. સત્યેન્દ્ર સિંહે કેન્દ્ર સરકાર, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો.