ઓક્ટોબર 16, 2026 3:27 પી એમ(PM)

printer

ખોરાક એ જીવન છે અને તેને ભગવાન સમાન માનવામાં આવે છે: શિવરાજ સિંહ ચૌહાણ

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે જણાવ્યું કે, ખોરાકએ જીવન છે અને તેને ભગવાન સમાન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ચૌહાણે કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં ખોરાકને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. 

વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ 1945માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ખાદ્ય દિવસની થીમ છે – આજે નવીનતા લાવો, પોષણ સુનિશ્ચિત કરો.