કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે બેંગકોકમાં IMF-વર્લ્ડ બેંક વાર્ષિક બેઠક દરમિયાન જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશનના ગવર્નર કાઝુહિકો અમાકાવાને મળ્યા હતા. બંને પક્ષોએ સ્વચ્છ ઉર્જા, સેમિકન્ડક્ટર અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં , નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ચર્ચાઓ ઊર્જા સંક્રમણ, અદ્યતન ઉત્પાદન, ઇલેક્ટ્રિક ગતિશીલતા અને સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓમાં સહયોગને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી.
મીટિંગ દરમિયાન, શ્રીમતી સીતારમણે જાપાની રોકાણકારોને વિશાખાપટ્ટનમ સહિત ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં ડેટા સેન્ટરોમાં તકો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી અમાકાવાએ ઇલેક્ટ્રિક ગતિશીલતા અને બાયોઇથેનોલમાં ભારત-જાપાન ફંડની સફળતા પર પ્રકાશ પાડી ફોલો-ઓન ફંડની આશા પણ વ્યક્ત કરી.
ઉલ્લેખનીય છે, નાણામંત્રી IMF-વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં હાજરી આપવા આગામી 18મી સુધી થાઇલેન્ડના બેંગકોકમાં પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે.