ઓક્ટોબર 17, 2026 8:54 એ એમ (AM)

printer

દેશને અસ્થિર કરવા વિદેશી તાકાતો સાથે સાંઠગાંઠ કરવાનો વિપક્ષ પર ભાજપનો આરોપ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીને વિપક્ષ પર દેશને અસ્થિર કરવા માટે વિદેશી તાકાતો  સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે “સત્તા પરિવર્તન” જેવા શબ્દોનો ઉપયોગ વિપક્ષના ઇરાદાઓને છતા કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષની લડાઈ ચૂંટણી સુધારા કે યુવાનોના ભવિષ્ય માટે નથી, પરંતુ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માટે છે. તેમણે કહ્યું કે  લોકશાહીમાં સત્તાનો માર્ગ અરાજકતામાં નહીં, પણ લોકોના આદેશમાં રહેલો છે. તેમણે કહ્યું કે દેશની લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાના કોઈપણ પ્રયાસને સફળ થવા દેવામાં આવશે નહીં.

દરમિયાન, નવી દિલ્હીમાં, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ આરોપ લગાવ્યો કે “સત્તા પરિવર્તન” જેવા શબ્દો દેશમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો તરફ ઈશારો કરે છે. તેમણે કહ્યું કે તહેવારો દરમિયાન દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોનના આયોજન પાછળ દેશના વિકસતા અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો હેતુ હોઈ શકે છે