ઓગસ્ટ 31, 2026 8:00 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. કિર્ગિસ્તાનની બે દિવસની પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી અને શ્રી પેઝેશ્કિયાને  દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમની સમીક્ષા કરી. ...

ઓગસ્ટ 31, 2026 7:57 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ ભારતની 7.8 ટકાની GDP વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની 7.8 ટકાની અનુકરણીય GDP વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ વૃદ્ધિ દર 6.9 ટકા હતો. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં, કહ્યું કે આ સિદ્ધિ પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને વૈશ્વિક અનિશ્ચિતત...

ઓગસ્ટ 31, 2026 7:53 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પરંતુ લાખો લોકોને રોજગાર અને આજીવિકા પણ પૂરી પાડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહને સંબોધતા, રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક...

ઓગસ્ટ 31, 2026 7:47 પી એમ(PM)

views 7

સરકારે 1 લાખ 27 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી.

સરકારે આજે દેશમાં સમગ્ર ચિપ ઉત્પાદન ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ 27 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આનાથી આગામી વર્ષોમાં વૈશ્વિક સે...

ઓગસ્ટ 31, 2026 7:46 પી એમ(PM)

views 13

ફૂટબોલમાં, ભારત આજે તાશ્કંદમાં AFC અંડર-20 એશિયન કપમાં સીરિયા સામે રમશે.

ફૂટબોલમાં ભારતની અંડર-ટ્વેન્ટી ટીમ આજે તાશ્કંદમાં સીરિયા સામે AFC અંડર-ટ્વેન્ટી એશિયન કપ ચીન 2027 ક્વોલિફાય થવા રમશે. ગ્રુપ B માં યજમાન ઉઝબેકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ડ્રો થયેલી ભારતીય ટીમ 2006 પછી પહેલી વાર AFC અંડર-ટ્વેન્ટી એશિયન કપમાં પાછા ફરવાનું લક્ષ્ય ધરાવે છે.

ઓગસ્ટ 31, 2026 5:22 પી એમ(PM)

views 25

રક્ષાબંધનના પર્વે અમદાવાદ સિવિલમાં 41 વર્ષીય મહિલાનું ગુપ્ત અંગદાન: 4 દર્દીઓને મળ્યું નવજીવન

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. બ્રેઈન હેમરેજના કારણે બ્રેઈનડેડ જાહેર કરાયેલી 41 વર્ષીય મહિલાના પરિવારે ગુપ્ત રીતે અંગદાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ ઉમદા નિર્ણય થકી 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું ...

ઓગસ્ટ 31, 2026 3:54 પી એમ(PM)

views 51

જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ : દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીએ દર્શનના સમયમાં ફેરફાર

આગામી 4 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ શ્રાવણ વદ-8 ના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ મહાપર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિર દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયપત્રકમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. મધરાત્રે 12 વાગ્યે કાનુડાના જન્મોત્સવની મહાઆરતી થશ...

ઓગસ્ટ 31, 2026 3:46 પી એમ(PM)

views 28

બોટાદ: બેલા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1 ની ધરપકડ

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બેલા ગામ નજીક પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં પોલીસે રૂપિયા 1.55 લાખના માતબર મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.  બાતમીના આધારે ખેતર પાસે પડાયો દરોડો  બરવાળા પો...

ઓગસ્ટ 31, 2026 3:36 પી એમ(PM)

views 23

જામનગર લાલપુર બાયપાસ પાસે થાર અને કિયા કારની રેસમાં 3 ના મોત

જામનગરના લાલપુર બાયપાસ નજીક ચંગાના પાટીયા પાસે ગતિની મજા સજામાં ફેરવાઈ છે. થાર અને કિયા કાર વચ્ચે ચાલી રહેલી રેસમાં કિયા કારે કાબૂ ગુમાવી ડિવાઈડર કૂદીને એક રિક્ષા અને બાઈકને અડફેટે લેતાં ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા લોકો ગંભીર રીતે ઘ...

ઓગસ્ટ 31, 2026 3:31 પી એમ(PM)

views 18

263 હથિયારો જમા : પોલીસે અમદાવાદમાં ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી તેજ કરી

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે શરૂ કરાયેલા જાગૃતિ અભિયાનને સફળતા મળી છે. પોલીસની અપીલ બાદ શહેરના સેક્ટર-2 વિસ્તારના નાગરિકોએ સ્વેચ્છાએ 263 જેટલા છરી, તલવાર અને ખંજર જેવા ઘાતક હથિયારો જાહેર સ્થળોએ ત્યજી દીધા છે, જેને પોલીસે કબજે કર્યા છે. '...