વડોદરા અને સુરતમાં ગેરકાયદેસર દવાઓના સંગ્રહ અને વેચાણ સામે સઘન કાર્યવાહી હાથ ધરાઈ.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર – FDCA દ્વારા કરજણ અને સુરતમાં ચાર પેઢી સામે કાર્યવાહી કરી 42 લાખ રૂપિયાથી વધુનો દવાનો જથ્થો કબજે કરાયો. જ્યારે બે પેઢીના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરાયા. સાથે જ ઑનલાઈન દવાના ગેરકાયદે વેચાણ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ અંગે કહ્યું, ઑનલાઈન કે ભૌતિક દુકાનમાં ગેરકાયદેસર દવાના વેપારને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. તેમણે કહ્યું, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા આગામી સમયમાં સાયબર સેલ અને FDCA દ્વારા સતત ડિજિટલ દેખરેખ રખાશે.