અમદાવાદમાં આવતીકાલથી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે. ‘આ ચેમ્પિયનશિપ’ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 31 ઓક્ટોબર સુધી ચાલશે
આ ચેમ્પિયનશિપમાં વિશ્વભરમાંથી 13 દેશની કુલ 23 ટીમમાં 400થી વધુ ખેલાડી ભાગ લેશે. ટૂર્નામેન્ટ દરમિયાન પુરુષ અને મહિલા બંને વર્ગમાં મળીને કુલ 62 મેચ રમાશે.
આ મેચ જોવા માટે દર્શકોને ફ્રીમાં પ્રવેશ મળશે. જોકે, તેમણે મેચ પહેલાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પ્રથમવાર ગુજરાતના સભાઈ ગઢવીની ટીમમાં પસંદગી કરાઈ છે.