ઓક્ટોબર 22, 2026 8:22 એ એમ (AM)

printer

સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆતો સાંભળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓક્ટોબર-2026નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે.

નાગરિકો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, આજે સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.

દરમિયાન મહેસાણામાં જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં કુલ 106 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. કલેકટર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારઓને સૂચના આપવામાં આવી.