જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય પેરા-એથ્લીટ્સે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. ભારતે ગઈકાલે 27 ચંદ્રક જીત્યા, જેમાં પાંચ સુવર્ણ ચંદ્રક 11 રજત અને 11 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. આ સાથે, કુલ પદક સંખ્યા 64 પર પહોંચી છે,
દરમિયાન એશિયન પેરા ગેમ્સમાં, સુવર્ણા રાજે આજે મહિલા F-54 ડિસ્કસ થ્રો સ્પર્ધા જીતીને ભારતને આજનો પહેલો સુવર્ણ ચંદ્રક અપાવ્યો. પેરા-તીરંદાજીમાં, સ્વાતિ ચૌધરીએ મહિલા W-1 શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો.