તાજેતરમાં નવરાત્રિ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પોલીસ દળની કર્તવ્ય પરાયણતાને અભિનંદન પાઠવતાં કહ્યું કે, રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે સુરક્ષિત વાતાવરણ અનિવાર્ય છે. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુદૃઢ કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ દળની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર શહીદ પોલીસકર્મીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે નવરાત્રી પર્વમાં પોલીસ કર્મીઓએ રાતદિવસ ખડેપગે ફરજ બજાવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.