રાજ્યના કૃષિ વિભાગ હેઠળ ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ગ્રામસેવકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ હાલ આશરે 2 હજાર 900 જેટલા ગ્રામસેવકો કાર્યરત છે. સરેરાશ એક ગ્રામસેવકને 4 થી 5 ગ્રામ પંચાયતોના ગામો અથવા તેથી પણ વધુ ગામોમાં સતત ક્ષેત્રિય પ્રવાસ કરવાનો રહે છે. આ બાબતને ધ્યાને રાખીને, ગ્રામસેવકોને અગાઉ મળતા માસિક પ્રવાસ ભથ્થામાં રૂ. 850 નો વધારો કરાયો છે.