ઓક્ટોબર 8, 2026 2:25 પી એમ(PM)

printer

ભારતે પાકિસ્તાન પર આતંકવાદ પર બેવડાં ધોરણોનો આરોપ લગાવ્યો

ભારતે પાકિસ્તાન પર આતંકવાદ પર બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો છે, અને કહ્યું છે કે ઇસ્લામાબાદ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર વિશે માહિતી માટે ઇનામ જાહેર કરીને આતંકવાદી જૂથોને તેના કથિત સમર્થનને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે કહ્યું કે વિશ્વ 9/11, 26/11 અને પહેલગામ હુમલાઓને ભૂલ્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરતા, ભારતના સચિવ રઘુ પુરીએ કહ્યું કે આતંકવાદને ઘોષણાઓ દ્વારા હરાવી શકાતો નથી અને તેના ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકો સામે કાર્યવાહી કરવાની હાકલ કરી.

શ્રી પુરીએ અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયેલો હોવાના પાકિસ્તાનના દાવા પર સવાલ ઉઠાવ્યા કે છે. તેમણે કહ્યું કે  તાલિબાન સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે. તેમણે અઝહર વિશે માહિતી માટે પાકિસ્તાનના નવા સાત મિલિયન રૂપિયાના ઇનામને “યુક્તિ” પૂર્ણ ગણાવ્યું.