રાષ્ટ્ર આજે 94માં ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરી રહ્યું છે. 8 ઓક્ટોબર 1932 ના રોજ સ્થાપિત, આ મહત્વપૂર્ણ પ્રસંગ વાયુ શક્તિ માટેના એક વિઝનની શરૂઆત હતી જે આવનારા દાયકાઓ સુધી રાષ્ટ્રના સંરક્ષણ માટે ખડેપગે રહેશે તેમ વાયુસેનાના વડા અમરપ્રિત સિંધે કહ્યું હતું.
આ પ્રસંગે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તમામ વાયુ યોદ્ધાઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. દેશકાજે પોતાનુ બલિદાન આપનારા વાયુ યોધ્ધાઓેને શ્રધ્ધાંજલી પણ અર્પવામાં આવી રહી છે.