ઓક્ટોબર 8, 2026 7:47 પી એમ(PM)

printer

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ વર્ષે 1 ટ્રિલિયન ડોલર નિકાસ સુધી પહોંચવાનું ભારતનું લક્ષ્ય

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે 863 અરબ ડોલરની નિકાસ નોંધાવી હતી અને આ વર્ષે 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં 31મા CII ભાગીદારી સમિટના ઉદ્ઘાટન સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. આ સમિટ આગામી મહિનાની 12મી અને 13મી તારીખે વિશાખાપટ્ટનમમાં યોજાશે. શ્રી ગોયલે કહ્યું હતું કે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર સતત આંચકાઓનો સામનો કરી રહ્યું છે અને વૈશ્વિક વૃદ્ધિ 3 ટકાથી નીચે આવવાની ધારણા છે, ત્યારે ભારતની નિકાસમાં એક વર્ષમાં લગભગ 16 ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.