ઓક્ટોબર 8, 2026 3:31 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવા આહ્વાન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવા આહ્વાન કર્યું.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યના માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિરનો શુભારંભ કરાવતા શ્રી પટેલે લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી સતત સુધારાની દિશામાં કામ કરવા જણાવ્યું. તેમણે કહ્યું, વિકસિત ગુજરાતના નિર્માણમાં માર્ગ અને મકાન વિભાગની સૌથી મોટી ભૂમિકા રહેશે.

સાથે જ શ્રી પટેલે સરકારી કર્મચારીઓને પોતાના કામનું ચિતન કરવાની પણ સલાહ આપી. ઉલ્લેખનીય છે કે, માર્ગ મકાન વિભાગની કામગીરીને વધુ ઉત્તમ બનાવવા આ શિબિરમાં યોજાનારા વિવિધ સત્રમાં બે દિવસ મંથન કરાશે.