હવામાન

ઓગસ્ટ 22, 2026 2:57 પી એમ(PM)

views 138

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 28 ટકા વરસાદની અછત

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતો અને નાગરિકોએ વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4 ટકા વરસાદ...

ઓગસ્ટ 21, 2026 6:36 પી એમ(PM)

views 69

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, સમગ્ર રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ નાગરિકોએ થોડી રાહ જોવી પડશે. વાદળ...

ઓગસ્ટ 20, 2026 3:02 પી એમ(PM)

views 40

રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 27 ટકા વરસાદની ઘટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વેલ માર્ક્ડ લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. હાલ રાજ્યમાં મોસમનો સરેરાશ 510.8 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3 ટકા...

ઓગસ્ટ 18, 2026 3:23 પી એમ(PM)

views 79

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત્

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં 4 અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેમની તીવ્રતા નબળી હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. મોટાભાગના વિસ્તારોમાં...

ઓગસ્ટ 17, 2026 5:21 પી એમ(PM)

views 38

રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય : 17 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદી રહેશે માહોલ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કેટલાક કલાકો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના 15 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં ગુજરાત પર 5 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 17 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ...

ઓગસ્ટ 14, 2026 1:59 પી એમ(PM)

views 85

ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય: આજે બનાસકાંઠાથી વલસાડ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્ય પર એકસાથે 6 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસ...

ઓગસ્ટ 12, 2026 10:03 એ એમ (AM)

views 33

ગુજરાત, કોંકણ, ગોવા સહિત દેશના ઉત્તર-પૂર્વ ભાગોમા આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે દેશના ઉત્તર-પૂર્વ ભાગો, સિક્કિમ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, પંજાબ, ઉ...

ઓગસ્ટ 11, 2026 11:48 એ એમ (AM)

views 46

આગામી બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી

આગામી દિવસો માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હત...

ઓગસ્ટ 10, 2026 8:18 પી એમ(PM)

views 37

મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતોના સુકાઈ રહેલા ચોમાસુ પાકને નવજીવન મળતા કૃષિ જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખાનપુરમાં છેલ્લા 2 કલાકથ...

ઓગસ્ટ 9, 2026 11:23 એ એમ (AM)

views 43

ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, કર્ણાટક...